વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, તુ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તારા નખરા પણ વધતા જાય છે. આજે મારે ખીચડી નથી ખાવી, દાલફ્રાય ને રાઇસ ખાવા છે. આજે મારે ઉત્તપમ ખાવા છે ને આમા મીઠું વધારે છે એવુ ઘણુ બધુ. મને યાદ છે કે મેં તને દાળ નાખીને ઉપમા બનાવેલી તો તેં મને પુછ્યું તુ…
એક મોચી
વાંચન સમય: < 1 મિનિટએક મોચીરસ્તાની ધાર પરઉગેલા વૃક્ષ નીચે બેસેસદા’ય હસતો. જોડા સીવતા સીવતાએક સાંધે ત્યાં તેર તૂટેએવા મહિનાને થીંગડા મારતો.તડકામાંથોડું પાણી પીતોએની ખુદ્દરીથીતડકો’ય બીતો. ક્યારેક અંગુઠોને ક્યારેક તળિયું સીવતોપણ,માણસના ખિસ્સાનેકદી’યે ન ફાડતોસદા’ય હસતો. સાંજનું વાળુએ ઘરે જ કરતોએનું આંગણ કિલ્લોલ કરતું.
બાળક એક ગીત ૨.૨
વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, આજનો દિવસ એટલે અમારા માટે સૌથી યાદગાર દિવસ – તારો જન્મ દિવસ. બે વર્ષ પાણીના રેલાની જેમ પસાર થઇ ગયા. તારા કપડા અને શુઝની સાઇઝ જાણે ઝડપથી વધવા લાગી છે. તેં આટલા સમયમાં’ય કેટલું બધુ નવું નવું શીખી લીધું છે. જાણીતા અને અજાણ્યા ચહેરાઓ વચ્ચે ભેદ પારખતા થઇ ગયો છે. તારી રોજબરોજની જીદગીમાં…
બાળક એક ગીત – ૨.૧
વાંચન સમય: 3 મિનિટદિકરા જૈત્ર, ગઇકાલે સાંજે આપણે કેટલું તોફાન કર્યુ. મેં તને કેટલી બધી ગલીપચી કરી ને તું કેટલું ખડખડાટ હસતો હતો. ગઇ કાલે મને થયું કે સારું થયું મેં નોકરી છોડી દીધી નહિંતર તારા માટે આટલો સમય ન ફાળવી શકત. સાત વાગે ઘરે આવ્યા પછી તારી સાથે રમવાના હોશકોશ ન રહત. તને ખબર છે જ્યારે મેં…
