Skip to content

બાળક એક ગીત ૨.૧૩ – સાન્તાક્લોઝ

પ્રિય જૈત્ર,

હમણાં હમણાંથી હું તારી પર બહુ ગુસ્સે થઈ જઉ છું. ક્યારેક મારુ પણ છું ને તું બધુ ભૂલીને મને વ્હાલ કરવા દોડી આવે છે. કદાચ અમે મોટા આટલું સરળતાથી બધુ ભીલી શકતાં હોત તો કેટલા બધા પ્રોબ્લેમ્સ નિવારી શકાત.

ક્યારેક તારી પર વધારે પડતું દબાણ કે પછી તારી વાત સમજ્યા વગર જ ઓવરરીએક્ટ કરી દઉં છું. જ્યારે મને તારી વાત સમજાય છે ત્યારે મોડુ થઈ ગયું હોય છે. કાલની જ વાત કરું, આપણે મારા સેન્ડલ લેવા ગયેલાં. ત્યાં હું જે સેન્ડલ ટ્રાય કરું તે તું લે ને નીચેથી પકડીને જુવે. મેં તને ઘાંટો પાડીને ના પાડી “ચપ્પલને નીચેથી ના પકડાય ખબર નથી પડતી?” તેં મને કહ્યું મમ્મી “આ બધા ૩૬ નં. ના છે અને તું પહેરે છે તે ૩૭ નં. છે. આ બધા તને નાના પડશે.” મારી પાસે બોલવા માટે કંઈ નહોતું બસ પસ્તાવો તને જાણ્યા વગર વઠવા માટે. તને હવે લાગે છે કે મમ્મી મારી વાત સાંભળશે જ નહિ ને કંઈ કહેશે એટલે તું વાત શરું કરતાં પહેલાં જ મને કહે છે “મમ્મી તું પહેલાં મારી વાત શંતિથી સાંભળ”.

આજે મેં ફેસબુક પર એક મારા મિત્રની દીકરીનો સન્તાક્લોઝ સાથે ફોટો જોયો અને એક વાક્ય સ્ફ્રુર્યું “Every father is a santh for their chid / children.”. કેટલી સાચી વાત છે કે લાલ કપડા વાળો સાન્તાક્લોઝ બર્ષમાં એક જ વાર તમારી વિશ પૂરી કરે પણ પિતા નામનો સન્તાક્લોઝ આખી જિંદગી પોતાના બાળકોની બધી જ વિશ પૂરી કરે છે. એ વિશ પૂરી કરવામાં એની દાઢી-મૂછ સફેદ થઈ જાય છે અને તોય સદાય હસતાં-હસતાં આપણી ઇચ્છાઓ પૂરી કરે. અને આ સાન્તાક્લોઝ કોઈ પણ માસ્ક વગર જ આપણી સાથે રહે. તારા પપ્પા પણ આવા જ સાન્તાક્લોઝ છે!

બસ નવા વર્ષથી તને બહુ જ ઓછુ વઢુ અને મારુ નહિ એવું થાય તેવી ઇચ્છા!

તને બહુ વ્હાલ કરતી
તારી મમ્મી.

Published inબાળક એક ગીત

2 Comments

  1. Tejal Thakkar Tejal Thakkar

    Very good ….

  2. રાજેશ રાજેશ

    સરસ વાત કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!