અર્જુને ભેદી મત્ય આંખ
તમે મૌન ને ભેદો
અર્જુનને મળી’તી દ્રોપદી
ને કદાચ
તમને હું મળુ
જરુર નથી બાણની કે વાકછટાની
સીધેસીધુ કહીદો
તમે કરો છો પ્રેમ
કદાચ
તમને હું મળુ!!

શબ્દની યાત્રા નો થાક નથી લાગતો….એ આપણા થાકને થકવી નાખે છે…. એ અનુભૂતિનું વિશ્વ છે….શબ્દોમાં કદાચ બરાબર વ્યક્ત ન પણ થાય. અને એ પણ જો માતૃભાષાનું વિશ્વ હોય તો મા જ જેવુ લાગે! અહીં મુકેલું કાવ્ય કદાચ પુરુ નથી….એડલે વાચકો ને આગળ વધારવાની છૂટ છે….!

કલમના ખોળે માથુ
ને શબ્દો ફેરવશે હાથ
નીંદર આવશે મીઠી
જાણે માનું હેત

આનંદની એ હેલી
પુસ્તક ભરશે બાથ
ગણ-ગણશે તન મન
જાણે પંખીના ગાન!